સવાલ-જવાબ
પૂછવામાં કોઈ સવાલ નાનો નથી.મ્યુચ્યુઅલ ફંડ, SIP અને વીમા વિશેના સવાલ, સીધા જવાબ સાથે.
રાજુલામાં લોકો અમને વારંવાર પૂછે એવા સવાલના ટૂંકા જવાબ. તમારો સવાલ અહીં નથી? અમારી ટીમને પૂછો.
FAQ
શરૂઆત કેવી રીતે કરવી
SIP શરૂ કરવા કેટલા પૈસા જોઈએ?
ઘણા ફંડમાં મહિને ₹500 કે એનાથી પણ ઓછી રકમથી SIP શરૂ થઈ શકે. સાચી રકમ તમારા લક્ષ્ય અને બજેટ પર આધાર રાખે. પહેલા SIP કેલ્ક્યુલેટર અજમાવો, પછી અમારી સાથે વાત કરો.
કયા કાગળ જોઈએ?
PAN, આધાર, અને બેંકની વિગત અથવા કેન્સલ ચેક. વીમા માટે ઉંમરનો પુરાવો, આવકનો પુરાવો કે મેડિકલ રિપોર્ટ પણ જોઈ શકે. પૂરી યાદી અમારી કામની રીત પેજ પર છે.
KYC એટલે શું, અને ફરી કરાવવું પડે?
KYC (Know Your Customer) એટલે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે એક વારની ઓળખની ચકાસણી. તમારું KYC થઈ ગયું હોય અને વિગતો અપડેટ હોય, તો સામાન્ય રીતે ફરી કરાવવું પડતું નથી. અમે તમારું સ્ટેટસ ચેક કરીએ, અને કંઈ સુધારવાનું હોય તો મદદ કરીએ.
તમને મળવા બહુ મોટી રકમ જોઈએ?
જરાય નહીં. નાનેથી શરૂ કરવું હોય કે આખા પરિવારના પૈસાનું આયોજન કરવું હોય, પહેલી મીટિંગ એક સરખી: અમે સાંભળીએ અને સમજાવીએ. કોઈ ફી નથી.
FAQ
મ્યુચ્યુઅલ ફંડ
SIP અને લમ્પસમમાં શું ફરક છે?
SIP માં દર મહિને નક્કી રકમ રોકાય છે; લમ્પસમમાં એક સાથે મોટી રકમ. SIP થી ખરીદી સમય સાથે વહેંચાઈ જાય, અને દર મહિને આવક હોય એમને ફાવે. વધુ વાંચો મ્યુચ્યુઅલ ફંડ અને SIP પેજ પર.
મ્યુચ્યુઅલ ફંડમાં વળતરની ગેરંટી છે?
ના. મ્યુચ્યુઅલ ફંડ બજારમાં રોકાણ કરે છે, એટલે એની કિંમત ઉપર-નીચે થાય, અને ભૂતકાળનું વળતર ભવિષ્યની ગેરંટી નથી. એટલે જ અમે તમારા લક્ષ્ય અને સમય પ્રમાણે ફંડ પસંદ કરવામાં મદદ કરીએ છીએ. વાંચો બજાર પડે ત્યારે SIP નું શું કરવું.
SIP બંધ કરી શકાય, કે પૈસા ઉપાડી શકાય?
હા. મોટા ભાગના ફંડમાં SIP રોકી કે બંધ કરી શકાય અને પૈસા ઉપાડી શકાય, જે સામાન્ય રીતે થોડા કામકાજના દિવસમાં બેંકમાં આવી જાય. અમુક ફંડમાં વહેલા ઉપાડો તો એક્ઝિટ લોડ લાગે, અને ELSS માં 3 વર્ષનો લૉક-ઇન હોય છે.
ELSS થી ટેક્સ કેવી રીતે બચે?
જૂની ટેક્સ રિજીમમાં ELSS નું રોકાણ વર્ષે ₹1.5 લાખની કપાતમાં ગણાય, જેમાં PPF અને જીવન વીમાનું પ્રીમિયમ જેવી બીજી રકમ પણ આવે. નવી રિજીમમાં આ કપાત મળતી નથી. ELSS માં 3 વર્ષનો લૉક-ઇન છે. ટેક્સના નિયમ બદલાતા રહે, એટલે તમારા માટે કઈ રિજીમ સારી એ તમારા CA સાથે ચોક્કસ ચેક કરજો. વધુ ELSS થી ટેક્સ બચત પેજ પર.
FAQ
વીમો
મારે કેટલો ટર્મ વીમો જોઈએ?
શરૂઆત માટે સામાન્ય ગણતરી એ છે કે કવર એટલું હોય કે ઘણા વર્ષની આવકની જગ્યા લઈ શકે અને લોન પણ ભરાઈ જાય. છેલ્લો આંકડો તમારા પરિવારની જરૂર પર આધાર રાખે. ટર્મ કવર કેલ્ક્યુલેટર અજમાવો, અથવા વાંચો કેટલું ટર્મ કવર જોઈએ.
કંપની તરફથી મળતી હેલ્થ પોલિસી પૂરતી છે?
એનાથી મદદ થાય, પણ નોકરી છોડો એટલે સામાન્ય રીતે એ બંધ થઈ જાય, અને આખા પરિવાર માટે કવર ઓછું પડી શકે. તમારી પોતાની હેલ્થ પોલિસી નોકરી બદલાય તો પણ તમારી સાથે રહે.
વીમો રોકાણ માટે સારો રસ્તો છે?
અમે વીમાને પહેલા સુરક્ષા તરીકે જોઈએ છીએ. સાદો ટર્મ પ્લાન ઓછા પ્રીમિયમમાં મોટું કવર આપે, અને લક્ષ્ય માટેનું રોકાણ અલગથી કરી શકાય. કોઈ પણ પ્લાન લેતા પહેલાં એના ફાયદા-ગેરફાયદા અમે સમજાવીએ છીએ.
ક્લેમમાં તમે મદદ કરશો?
હા. અમારા થકી લીધેલી પોલિસીમાં ફોર્મ, કાગળ અને વીમા કંપની સાથેના ફોલો-અપમાં અમે મદદ કરીએ છીએ. ક્લેમનો નિર્ણય પોલિસીની શરતો પ્રમાણે વીમા કંપની લે છે. જુઓ ક્લેમમાં મદદ.
FAQ
અમારી સાથે કામ
લાખાણી ઇન્વેસ્ટમેન્ટ ખરેખર શું કામ કરે છે?
અમે AMFI રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર છીએ (ARN-94806), અને જીવન વીમો અને જનરલ વીમો પણ કરાવીએ છીએ. તમને બંધબેસતા ફંડ અને પોલિસી પસંદ કરવામાં મદદ કરીએ, સાદી ભાષામાં સમજાવીએ, અને કાગળકામ ને સર્વિસ સંભાળીએ. અમારા વિશે વધુ.
તમને પૈસા કેવી રીતે મળે?
રેગ્યુલર પ્લાન પર ફંડ હાઉસ અમને કમિશન આપે, અને પોલિસી પર વીમા કંપની. તમારે અમને અલગ ફી આપવાની નથી. વિગત અમારી કામની રીત અને ડિસ્ક્લોઝર પેજ પર છે.
તમારા થકી ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ થાય?
ના. અમે ફક્ત રેગ્યુલર પ્લાનમાં કામ કરીએ છીએ, જેમાં અમારું કમિશન સામેલ છે. ડાયરેક્ટ પ્લાનનો એક્સપેન્સ રેશિયો ઓછો હોય છે, અને એ તમે ફંડ હાઉસની વેબસાઇટ કે MFCentral પરથી જાતે લઈ શકો.
કોઈ ફરિયાદ હોય તો?
પહેલા અમને કહો, અમે ઉકેલવાની પૂરી કોશિશ કરીશું. સંતોષ ન થાય તો આગળ ક્યાં જવું, એ અમારા ફરિયાદ નિવારણ પેજ પર લખેલું છે.
તમારું આગલું પગલું
આવતીકાલ જ મહત્વની છે.
ચાલો, આજે જ એનો પ્લાન કરીએ.
તમારા લક્ષ્ય, તમારા વીમા ને આગળના પગલા વિશે 30 મિનિટની ફ્રી વાતચીત. ના અઘરા શબ્દો, ના કોઈ દબાણ.
અમે તમને ફોન કરીએઆવતીકાલની ટિકિટLKI-1987
થીઆજતમે અત્યારે જ્યાં છો
સુધીઆવતીકાલજ્યાં પહોંચવું છે
- મુસાફર
- તમે અને તમારો પરિવાર
- મીટિંગ
- 30 મિનિટ
- ભાડું
- ફ્રી
- ક્યાં
- ઑફિસ કે ફોન
દિવસ પસંદ કરો
આ દિવસ WhatsApp પર બુક કરો