મ્યુચ્યુઅલ ફંડ કેલ્ક્યુલેટર

પાકના પૈસા હાથમાં છે? એને કામે લગાડો.લમ્પસમ કેલ્ક્યુલેટર: એકસાથે રોકાણ કેટલું થઈ શકે, એ જુઓ.

બોનસ, પાકના પૈસા કે પાકેલી FDની રકમ હાથમાં છે? તમે ધારેલા દરે એકસાથે રોકાણ કેટલું થઈ શકે એ જુઓ. મ્યુચ્યુઅલ ફંડનું વળતર બજાર સાથે જોડાયેલું છે, એટલે પરિણામને અંદાજ જ ગણજો.

લમ્પસમ કેલ્ક્યુલેટર

રોકેલી રકમઅંદાજિત વળતર
રોકેલી રકમ–
અંદાજિત વળતર–
કુલ રકમ–
વર્ષ પ્રમાણે
વર્ષરોકેલી રકમકિંમત

તમે પસંદ કરેલા દર પ્રમાણેનો ફક્ત અંદાજ. મ્યુચ્યુઅલ ફંડનું વળતર બજાર પર આધાર રાખે છે, એની કોઈ ગેરંટી નથી.

લમ્પસમ કેલ્ક્યુલેટર કેવી રીતે વાપરવું

  1. એકસાથે કેટલું રોકવું છે એ નાખો, ₹10,000 થી ₹1 કરોડ સુધી.
  2. કેટલાં વર્ષ રોકાણ રહેવા દેવું છે એ પસંદ કરો.
  3. વર્ષે કેટલું વળતર ધારો છો એ પસંદ કરો. બે-ત્રણ દર નાખીને રેન્જ જુઓ.

તમારું પરિણામ કેવી રીતે સમજવું

પરિણામમાં રોકેલી રકમ, અંદાજિત વળતર અને સમયગાળાના અંતે કુલ રકમ દેખાય છે. દાખલા તરીકે, ₹1,00,000 10 વર્ષ માટે રહેવા દો અને વર્ષે 10% ધારો, તો આશરે ₹2.59 લાખ થાય.

બજાર સીધી લીટીમાં નથી ચાલતું. લમ્પસમની કિંમત ઉપર-નીચે થાય, ટૂંકા ગાળામાં ક્યારેક ઘણી વધારે. લાંબો સમય હોય તો ઘટાડા પછી પાછું ઊભું થવાનો મોકો મળે, એટલે લમ્પસમ એવા પૈસા માટે ફાવે જે થોડાં વર્ષ સુધી ન જોઈતા હોય.

બધું એક જ દિવસે રોકવું કે થોડું થોડું? ઘણા લોકો મોટી રકમ થોડા મહિનામાં વહેંચીને રોકે છે. એ કેવી રીતે થાય એ અમે મ્યુચ્યુઅલ ફંડ અને SIP પેજ પર અને મીટિંગમાં સમજાવીએ છીએ.

લમ્પસમ કેલ્ક્યુલેટર કેવી રીતે ગણે છે

એકસાથે રોકેલી રકમ કમ્પાઉન્ડિંગથી વધે છે: દર વર્ષનો વધારો મૂળ રકમમાં ઉમેરાય અને પછી એના પર પણ વળતર મળે. P એટલે રોકેલી રકમ, r એટલે વર્ષનો દર (12% એટલે 0.12), t એટલે વર્ષ, અને A એટલે છેલ્લે થનારી અંદાજિત રકમ.

A = P × (1 + r)^t

FAQ

વારંવાર પૂછાતા પ્રશ્નો

લમ્પસમ કેલ્ક્યુલેટર એટલે શું?
લમ્પસમ કેલ્ક્યુલેટર બતાવે છે કે એક જ વાર રોકેલી રકમ, તમે ધારેલા વર્ષના વળતરે, થોડાં વર્ષમાં કેટલી થઈ શકે.
લમ્પસમ સારું કે SIP?
બધા માટે એક જવાબ નથી. લમ્પસમમાં બધા પૈસા એકસાથે કામે લાગે, જ્યારે SIP રોકાણને સમય પર વહેંચે અને બજારની ચડઉતર સરભર કરે. ઘણા પરિવારો બંને વાપરે છે. SIP કેલ્ક્યુલેટર સાથે સરખાવી જુઓ.
આ વળતર ગેરંટીવાળું છે?
ના. દર તમારી ધારણા છે, વચન નથી. મ્યુચ્યુઅલ ફંડનું વળતર બજાર સાથે જોડાયેલું છે અને તમે નાખેલા દર કરતાં વધુ કે ઓછું આવી શકે.
FDથી આ કેવી રીતે જુદું છે?
FDમાં વ્યાજનો દર નક્કી હોય. મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ નક્કી દર નથી; એની કિંમત બજાર સાથે ઉપર-નીચે થાય, એટલે એ FD કરતાં વધુ કે ઓછું વધી શકે. સાદી સરખામણી માટે SIP કે FD વાંચો.
લમ્પસમ કેટલો સમય રોકાયેલું રાખવું?
ઇક્વિટી ફંડ માટે વર્ષોમાં વિચારો, બને તો 5 કે વધુ વર્ષ. જે પૈસા જલદી જોઈએ એના માટે બીજા પ્રકારના ફંડ કે બેન્ક ડિપોઝિટ વધુ ફાવે. પૈસાને સાચા સમયગાળા સાથે મેળવવામાં અમારી ટીમ મદદ કરશે.

તમારું આગલું પગલું

આવતીકાલ જ મહત્વની છે.
ચાલો, આજે જ એનો પ્લાન કરીએ.

તમારા લક્ષ્ય, તમારા વીમા ને આગળના પગલા વિશે 30 મિનિટની ફ્રી વાતચીત. ના અઘરા શબ્દો, ના કોઈ દબાણ.

અમે તમને ફોન કરીએ

આવતીકાલની ટિકિટLKI-1987

થીઆજતમે અત્યારે જ્યાં છો
સુધીઆવતીકાલજ્યાં પહોંચવું છે
મુસાફર
તમે અને તમારો પરિવાર
મીટિંગ
30 મિનિટ
ભાડું
ફ્રી
ક્યાં
ઑફિસ કે ફોન

દિવસ પસંદ કરો

આ દિવસ WhatsApp પર બુક કરો