બાળકોનું ભણતર

બાળકો જલદી મોટાં થઈ જાય, વહેલી શરૂઆત કરો.બાળકોના ભણતરનું પ્લાનિંગ, દરેક મોટા ખર્ચ માટે લક્ષ્ય પ્રમાણે SIP.

બાળકોના ભણતરના પ્લાનિંગમાં દરેક મોટા ખર્ચ માટે, જેમ કે સ્કૂલની ફી કે કોલેજની ડિગ્રી, લક્ષ્ય પ્રમાણે અલગ SIP રાખો તો સૌથી સારું રહે. વહેલી શરૂઆત કરો અને પૈસાને વધવાનો સમય આપો.

આ કોના માટે

નવા મા-બાપ

બાળકની કોલેજને હજી 15 થી 18 વર્ષની વાર છે. આટલા લાંબા સમયમાં નાની SIP પણ વધી શકે.

સ્કૂલે જતાં બાળકોનાં મા-બાપ

કોલેજ નજીક છે અને ખર્ચનો અંદાજ આવવા લાગ્યો છે. અત્યારે શરૂ કરેલી SIP પણ મોટો ફરક પાડી શકે.

મદદ કરવા માંગતા દાદા-દાદી, નાના-નાની

પૌત્ર-પૌત્રીના ભણતર માટે પૈસા અલગ રાખવા છે? એ લક્ષ્ય માટે રોકાણ કરવામાં અમે મદદ કરીએ.

અમારી સાથે કેવી રીતે થાય

દરેક લક્ષ્યનો આંકડો નક્કી કરીએ

બાળકના ભણતરનાં લક્ષ્ય અને એનો સમય લખીએ, આજનો ખર્ચ જોઈએ, અને ભણતરનો ખર્ચ સામાન્ય ભાવ કરતાં ઝડપથી વધતો હોય છે એ ગણતરીમાં લઈએ.

દરેક લક્ષ્ય માટે SIP

કેટલાં વર્ષ બાકી છે એ પ્રમાણે ફંડ પસંદ કરવામાં મદદ કરીએ, અને દરેક લક્ષ્ય અલગ રાખીએ જેથી તમે ક્યાં પહોંચ્યા એ હંમેશાં ખબર રહે. ગોલ પ્લાનરથી મહિનાની રકમ જાણો.

તારીખ નજીક આવે એમ સલામત

લક્ષ્યનાં છેલ્લાં થોડાં વર્ષમાં પૈસા ધીમે ધીમે સલામત ફંડમાં લઈ જવામાં મદદ કરીએ, જેથી ખોટા સમયે બજાર ઘટે તો ઓછું નુકસાન થાય.

લક્ષ્ય પ્લાનર

પરિવારનાં લક્ષ્ય માટે ગોલ પ્લાનિંગ કેલ્ક્યુલેટર

રોકેલી રકમઅંદાજિત વળતર
ત્યારનો ખર્ચ–
જરૂરી માસિક SIP–
અથવા આજે એકસાથે–

તમે પસંદ કરેલા દર પ્રમાણેનો ફક્ત અંદાજ. મ્યુચ્યુઅલ ફંડનું વળતર બજાર પર આધાર રાખે છે, એની કોઈ ગેરંટી નથી.

લક્ષ્ય પ્લાનર

બાળકોનું ભણતર, લગ્ન, ઘર કે નવી દુકાન: દરેક લક્ષ્ય આજ કરતાં કાલે વધારે મોંઘું પડે. આજનો ખર્ચ અને કેટલાં વર્ષ બાકી છે એ નાખો, અને જુઓ ભવિષ્યમાં કેટલો ખર્ચ થશે અને એ માટે કેટલું રોકવું પડે. પરિણામ તમે ધારેલા દર પરનો અંદાજ છે.

બધા કેલ્ક્યુલેટર

અમે તમારા માટે શું કરીએ

  • સ્પષ્ટ ધારણાઓ સાથે ભવિષ્યના ભણતરના ખર્ચનો અંદાજ કાઢીએ
  • દરેક લક્ષ્ય માટે દર મહિને કેટલી SIP જોઈએ એ ગણી આપીએ
  • દરેક લક્ષ્યને બાકી વર્ષ પ્રમાણે ફંડ પસંદ કરવામાં મદદ કરીએ
  • રોકાણ તમારા નામે, કે તમે ગાર્ડિયન રહો એ રીતે બાળકના નામે ગોઠવીએ
  • દરેક લક્ષ્ય નજીક આવે એમ પૈસા ધીમે ધીમે સલામત ફંડમાં લઈ જઈએ
  • દર વર્ષે તમારી સાથે પ્રગતિ જોઈએ, અને ફાવે ત્યારે SIP વધારીએ
ફક્ત બચત નહીં, લક્ષ્યને પણ સુરક્ષિત કરો

કમાનાર મા-બાપને કંઈ થાય તો SIP અટકી જાય, પણ ફી અટકતી નથી. ટર્મ લાઇફ વીમો બાળકના ભણતર માટેના પૈસા રહે એ નક્કી કરવામાં મદદ કરી શકે.

લક્ષ્ય નજીક આવે એમ પૈસા કેવી રીતે ખસે

લક્ષ્યને બાકી વર્ષસૌથી મહત્વનું શુંપૈસા સામાન્ય રીતે ક્યાં
10 કે વધુ વર્ષપૈસા વધારવામોટાભાગે ઇક્વિટી ફંડ
3 થી 10 વર્ષવધારો, પણ સાચવીનેઇક્વિટી અને ડેટ ફંડનું મિશ્રણ
છેલ્લાં 2 થી 3 વર્ષભેગી થયેલી રકમ સાચવવીમોટાભાગે ડેટ કે બીજાં ઓછા જોખમવાળાં ફંડ
ફી ભરવાનો સમયસમયસર રોકડઝડપથી ઉપાડી શકાય એવાં ઓછા જોખમવાળાં ફંડ

ફક્ત સમજ માટેનું ઉદાહરણ. યોગ્ય મિશ્રણ તમારા લક્ષ્ય, સમય અને જોખમ લેવાની તૈયારી પર આધાર રાખે. મ્યુચ્યુઅલ ફંડનું વળતર બજાર સાથે જોડાયેલું છે અને ગેરંટીવાળું નથી.

FAQ

વારંવાર પૂછાતા પ્રશ્નો

SIPથી બાળકોના ભણતરનું પ્લાનિંગ કેવી રીતે થાય?
એક લક્ષ્ય નક્કી કરો, જેમ કે 15 વર્ષ પછી કોલેજની ડિગ્રી, એનો ભવિષ્યનો ખર્ચ અંદાજો અને એના માટે દર મહિને SIP શરૂ કરો. ઉદાહરણ તરીકે, વર્ષે ધારેલા 12% વળતરે, ₹5,000 મહિને 15 વર્ષ સુધી રોકો તો આશરે ₹25 લાખ થઈ શકે. આ ફક્ત ઉદાહરણ છે; ખરું વળતર જુદું હોઈ શકે.
બાળકના ભણતર માટે કેટલું રોકાણ કરવું?
કયો કોર્સ, ક્યારે શરૂ થાય અને તમારી પાસે કેટલાં વર્ષ છે, એના પર આધાર. ભણતરનો ખર્ચ સામાન્ય ભાવ કરતાં ઝડપથી વધતો હોય છે, એટલે આજની ફી નહીં, ભવિષ્યનો વધારે ખર્ચ ગણીને પ્લાન કરો. ગોલ પ્લાનર શરૂઆત માટે મહિનાનો આંકડો આપે.
ક્યારે શરૂ કરવું?
જેટલું વહેલું એટલું સારું, બને તો બાળક નાનું હોય ત્યારે જ. વધારે વર્ષ હોય તો એ જ લક્ષ્ય માટે મહિનાની રકમ ઓછી રહે, અને બજારની ઉપર-નીચે સહન કરવાનો સમય પણ વધારે મળે.
મારે બે બાળકો છે. અલગ પ્લાન જોઈએ?
હા, એ ફાયદાકારક છે. દરેક બાળકનાં લક્ષ્ય જુદા સમયે આવે, એટલે દરેક લક્ષ્ય માટે અલગ SIP રાખો તો હિસાબ ચોખ્ખો રહે. કયા પૈસા કોના માટે છે અને ક્યાં સુધી પહોંચ્યા, એ હંમેશાં ખબર રહે.
રોકાણ મારા નામે કરું કે બાળકના નામે?
બંને રીતે થાય. રોકાણ તમારા પોતાના નામે થઈ શકે, કે બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી તમે ગાર્ડિયન રહો એ રીતે બાળકના નામે. બંનેના કાગળ અમે સમજાવીએ.
લક્ષ્યની તારીખ નજીક આવે ત્યારે શું થાય?
છેલ્લાં બે-ત્રણ વર્ષમાં, ઇક્વિટીમાંથી સલામત ફંડમાં પૈસા ધીમે ધીમે લઈ જવામાં અમે મદદ કરીએ. એથી એડમિશન પહેલાં જ બજાર અચાનક ઘટે તો તમારી બચતને ઓછું નુકસાન થાય.

તમારું આગલું પગલું

આજે જ બાળકના ભણતરનું પ્લાનિંગ કરો

બાળકની ઉંમર અને કયું ભણતર વિચાર્યું છે એ કહો. એનો આંકડો નક્કી કરવામાં અને એ લક્ષ્ય માટે SIP શરૂ કરવામાં અમે મદદ કરીએ. મીટિંગ બુક કરો, કે અમે તમને ફોન કરીએ.

અમે તમને ફોન કરીએ

આવતીકાલની ટિકિટLKI-1987

થીઆજતમે અત્યારે જ્યાં છો
સુધીઆવતીકાલજ્યાં પહોંચવું છે
મુસાફર
તમે અને તમારો પરિવાર
મીટિંગ
30 મિનિટ
ભાડું
ફ્રી
ક્યાં
ઑફિસ કે ફોન

દિવસ પસંદ કરો

આ દિવસ WhatsApp પર બુક કરો