રિટાયરમેન્ટ પ્લાનિંગ

વર્ષોની વફાદાર નોકરી, એની કદર રૂપિયામાં.ગ્રેચ્યુઇટી કેલ્ક્યુલેટર: 5 કે વધુ વર્ષની નોકરી પછી કેટલી મળી શકે.

ગ્રેચ્યુઇટી એટલે નોકરી છોડો ત્યારે કંપની એકસાથે આપે એ રકમ, સામાન્ય રીતે સતત 5 કે વધુ વર્ષની નોકરી પછી. તમારો છેલ્લો મહિનાનો પગાર અને નોકરીનાં વર્ષ નાખો અને જુઓ કેટલી થઈ શકે. પરિણામ તમે નાખેલા આંકડા પરનો અંદાજ છે.

ગ્રેચ્યુઇટી કેલ્ક્યુલેટર

ગ્રેચ્યુઇટી–
દરેક વર્ષે ઉમેરાય–

પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ હેઠળ આવતા કર્મચારીઓ માટે. તમારી કંપનીના નિયમો અને ટેક્સ મર્યાદા લાગુ પડે.

ગ્રેચ્યુઇટી કેલ્ક્યુલેટર કેવી રીતે વાપરવું

  1. છેલ્લો મહિનાનો પગાર નાખો: બેઝિક પગાર વત્તા DA. બંને તમારી પગાર સ્લિપમાં દેખાશે.
  2. એક જ કંપનીમાં કેટલાં વર્ષ નોકરી કરી એ નાખો. છ મહિનાથી વધારેનો ભાગ આખું વર્ષ ગણાય.
  3. ગ્રેચ્યુઇટીની રકમ જુઓ. વધારે વર્ષ રહો તો કેટલું ઉમેરાય, એ જોવા વર્ષ બદલી જુઓ.

તમારું પરિણામ કેવી રીતે સમજવું

ગ્રેચ્યુઇટીની રકમ એટલે નોકરી છોડો ત્યારે એકસાથે મળી શકે એ રકમ. દાખલા તરીકે, છેલ્લો પગાર ₹40,000 અને 20 વર્ષની નોકરી હોય, તો એ આશરે ₹4,61,538 થાય. 20 વર્ષ અને 7 મહિના નોકરી કરી હોય, તો એ 21 વર્ષ ગણાય, અને ગ્રેચ્યુઇટી આશરે ₹4,84,615 થાય.

દરેક કંપની આ એક્ટ હેઠળ નથી આવતી, અને અમુક કંપની પોતાના નિયમ પ્રમાણે વધારે પણ આપે. સરકારી કર્મચારીઓના નિયમ અલગ છે, અને એક્ટમાં વધુમાં વધુ રકમની મર્યાદા પણ છે. તમને શું લાગુ પડે, એ તમારી કંપનીનું HR કહી શકશે.

ગ્રેચ્યુઇટી ઘણી વાર રિટાયરમેન્ટ વખતે EPFની સાથે જ આવે. એ મોટી રકમ હાથમાં આવે એ પહેલાં જ નક્કી કરો કે ક્યાં મૂકવી. EPF કેલ્ક્યુલેટર વાપરો, અને જુઓ અમે રિટાયરમેન્ટ પ્લાનિંગ કેવી રીતે કરીએ છીએ.

ગ્રેચ્યુઇટી કેલ્ક્યુલેટર કેવી રીતે ગણે છે

પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ હેઠળ આવતા કર્મચારીઓ માટે, નોકરીના દરેક વર્ષ માટે 15 દિવસનો પગાર મળે, અને મહિનાના 26 કામના દિવસ ગણાય. એટલે ફોર્મ્યુલામાં 15 થી ગુણીને 26 થી ભાગવામાં આવે છે.

ગ્રેચ્યુઇટી = 15 × છેલ્લો મહિનાનો પગાર (બેઝિક + DA) × નોકરીનાં વર્ષ ÷ 26

FAQ

વારંવાર પૂછાતા પ્રશ્નો

ગ્રેચ્યુઇટી કેલ્ક્યુલેટર એટલે શું?
ગ્રેચ્યુઇટી કેલ્ક્યુલેટર તમારા છેલ્લા પગાર અને નોકરીનાં વર્ષ પરથી અંદાજ આપે છે કે નોકરી છોડો ત્યારે કંપની એકસાથે કેટલી રકમ આપી શકે.
ગ્રેચ્યુઇટી કોને મળે?
સામાન્ય રીતે એવા કર્મચારીને, જેણે પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ હેઠળ આવતી કંપનીમાં સતત 5 વર્ષ નોકરી પૂરી કરી હોય. મૃત્યુ કે અપંગતાના કિસ્સામાં 5 વર્ષની શરત લાગુ નથી પડતી. તમારા કિસ્સા માટે કંપનીના HR સાથે વાત કરો.
ગ્રેચ્યુઇટીમાં પગાર એટલે કયો?
છેલ્લે મળેલો બેઝિક પગાર વત્તા મોંઘવારી ભથ્થું (DA). બીજાં ભથ્થાં અને બોનસ સામાન્ય રીતે ગણાતાં નથી.
ગ્રેચ્યુઇટી પર ટેક્સ લાગે?
સરકારે નક્કી કરેલી મર્યાદા સુધી ગ્રેચ્યુઇટી ટેક્સ-ફ્રી છે, અને સરકારી અને ખાનગી કર્મચારીઓ માટે નિયમ અલગ છે. મર્યાદાથી ઉપરની રકમ પર ટેક્સ લાગે, જે તમારી આવક અને તમે પસંદ કરેલી જૂની કે નવી ટેક્સ પદ્ધતિ પર આધાર રાખે. ટેક્સના નિયમો બદલાતા રહે છે, એટલે હાલની મર્યાદા તમારા CA પાસે ચોક્કસ કરી લો.
વર્ષનો અધૂરો ભાગ ગણાય?
એક્ટ પ્રમાણે, છ મહિનાથી વધારેનો ભાગ આખું વર્ષ ગણાય. એટલે 9 વર્ષ અને 7 મહિના 10 વર્ષ ગણાય, પણ 9 વર્ષ અને 5 મહિના 9 જ ગણાય.

તમારું આગલું પગલું

આવતીકાલ જ મહત્વની છે.
ચાલો, આજે જ એનો પ્લાન કરીએ.

તમારા લક્ષ્ય, તમારા વીમા ને આગળના પગલા વિશે 30 મિનિટની ફ્રી વાતચીત. ના અઘરા શબ્દો, ના કોઈ દબાણ.

અમે તમને ફોન કરીએ

આવતીકાલની ટિકિટLKI-1987

થીઆજતમે અત્યારે જ્યાં છો
સુધીઆવતીકાલજ્યાં પહોંચવું છે
મુસાફર
તમે અને તમારો પરિવાર
મીટિંગ
30 મિનિટ
ભાડું
ફ્રી
ક્યાં
ઑફિસ કે ફોન

દિવસ પસંદ કરો

આ દિવસ WhatsApp પર બુક કરો